આવારાપન 2-રાકેશ ઠક્કર ૨૦૦૭ની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આવારાપન' જ્યારે બોક્સ ઓફિસ પર આવી ત્યારે તે ટિકિટ વિન્ડો પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી પરંતુ સમય જતાં તે સિનેપ્રેમીઓ માટે એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની ગઈ. ઓગસ્ટ ૨૦૨૬માં આ ક્ષેત્રે એક અનોખો ચમત્કાર જોવા મળ્યો જ્યારે ૧૯ વર્ષ બાદ બનેલી આ જ ફિલ્મની સીક્વલ 'આવારાપન 2' એડવાન્સ બુકિંગના ક્ષેત્રમાં જ પાર્ટ 1 ના ટોટલ લાઈફટાઈમ કલેક્શનને આંબી ગઈ. એટલું જ નહીં ‘સૈયારા’ થી વધુ ઓપનિંગ મેળવી ગઈ છે. આ વાત માત્ર બોક્સ ઓફિસના કમાણીના આંકડાઓની નથી, ખરી વાત ૧૯ વર્ષ બાદ દર્શકોને મળેલા ધીરજના મીઠા ફળની