કિસ્મતની અધૂરી કવિતાજીવન ક્યારેક એવી રીતે લોકોને મળાવે છે કે પછી સમજાતું નથી કે એ મુલાકાત હતી કે કોઈ અધૂરી કવિતાની શરૂઆત. કેટલાક લોકો કિસ્મતથી મળે છે, અને પછી ધીમે ધીમે આત્માનો અહેસાસ બની જાય છે… બસ એવી જ એક વાર્તા છે કિરણ અને નિધિની.કિરણ એક સામાન્ય યુવાન હતો શાંત, થોડો અંતર્મુખ અને પોતાના વિચારોમાં જ વધુ જીવતો. રાજકોટ શહેરની એક નાની કંપનીમાં કામ કરતો, રોજની દોડધામ, મેટ્રોની ભીડ અને સમયની સાથે ચાલતી જિંદગી. તેના જીવનમાં બધું હતું, પણ કંઈક ખૂટતું હતું એને પોતે પણ ખબર નહોતી શું.નિધિ પણ એવી જ હતી, પણ થોડી અલગ. તે શબ્દોમાં જીવતી હતી. પુસ્તકો,