ઓપરેશન સેવન સિસ્ટર્સ: પ્રકરણ ૬

પ્રકરણ ૬ : સેવન સિસ્ટર્સનો અંધકાર (Part 3)—નાગાલેન્ડના ગોડાઉનમાં મળેલું એ લાઈવ ડિજિટલ કાઉન્ટડાઉન વિપુલ અને તેની ટીમ માટે મોતનું આહવાન હતું. સ્ક્રીન પર ટાઈમર સતત ઘટી રહ્યું હતું અને તેમની પાસે હવે અડધા દિવસથી પણ ઓછો સમય બચ્યો હતો. કેંગુરૂસેના નેટવર્કને ત્વરિત સીઝ કરીને વિપુલ પોતાની સ્પેશિયલ ટીમ સાથે અય્યર સરે આપેલા સિક્રેટ ગલ્ફસ્ટ્રીમ પ્રાઇવેટ જેટ દ્વારા અરુણાચલ પ્રદેશ અને મેઘાલયની સરહદ તરફ ઉડ્યા. તેમની સામે અરુણાચલના બરફીલા, દુર્ગમ પહાડો અને મેઘાલયની ક્રેમ લિયાત પરાહ નામની એશિયાની સૌથી લાંબી અને જટિલ ગુફાઓનું રહસ્ય હતું.મેઘાલયના જયંતિયા હિલ્સમાં બપોરના સમયે પણ ચોમાસાના કાળાડિબાંગ વાદળો અને ગાઢ ધુમ્મસને કારણે રાત જેવો માહોલ