ઓપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૪

  • 636
  • 294

પ્રકરણ ૪ : સેવન સિસ્ટર્સનો અંધકાર (Part 1)—દિલ્હી એરપોર્ટના હેંગર-૩ ની બહાર જે કાળા કન્ટેનર્સ ટ્રકમાંથી ઉતારવામાં આવી રહ્યા હતા, તેની તપાસ વિપુલે ત્વરિત અને અત્યંત ગુપ્ત રીતે કરાવી. અય્યર સરના કમાન્ડોઝે કન્ટેનર્સ ખોલ્યા તો અંદરથી સૈન્ય ગ્રેડના હાઇ-ટેક વાયરલેસ જામર્સ અને લોકેશન ટ્રેકર્સ મળ્યા. દુશ્મન વિપુલના આ રૂટને હવામાં જ ટ્રેક કરીને તોડી પાડવા માંગતો હતો. વિપુલે એ નકલી ટ્રેકર્સને દિલ્હીમાં જ એક્ટિવ રખાવ્યા જેથી માફિયાઓને લાગે કે પ્લાન સક્સેસ છે, અને પોતે અય્યર સરે આપેલા રડાર-અદ્રશ્ય પ્રાઇવેટ જેટ દ્વારા ઉત્તર-પૂર્વ  તરફ ઉડાન ભરી દીધી.રાત્રિના બે વાગ્યે ઘનઘોર અંધારા અને વરસાદ વચ્ચે જેટે મણિપુરના ઇમ્ફાલ એરપોર્ટ પર સાયલન્ટ લેન્ડિંગ