દેશમાં ચાલી રહેલ ડ્રગ્સ, વેપન્સ, ક્રિપ્ટો કરન્સીની આંતરરાષ્ટ્રીય દિલધડક સ્ટોરીઓપરેશન સેવન સિસ્ટર્સપ્રકરણ ૩: દિલ્હી વોર રૂમ—‘અય્યર સર’ ની લીલી ઝંડીમુંબઈની આઈ.બી. ઓફિસમાં મળેલી એ ડિજિટલ ધમકી અને લાઈવ તસવીરે ઇન્સ્પેક્ટર વિપુલના મગજમાં નવો આક્રોશ ભરી દીધો હતો. ગુનેગારો એટલા બેખોફ હતા કે દેશની સર્વોચ્ચ ખુફિયા એજન્સીની ઓફિસની દીવાલો પણ હવે સુરક્ષિત નહોતી. ઓફિસર પાટીલના ચહેરા પર મોતનો ડર સાફ દેખાતો હતો, પણ વિપુલ ડરવા વાળા માણસ નહોતા. કાયદાના રક્ષક તરીકે તેમની અંદરનો કમાન્ડો જાગી ચૂક્યો હતો. વિપુલે મુંબઈ એરપોર્ટથી રાતોરાત નવી દિલ્હીની ઈમરજન્સી ફ્લાઈટ પકડી. દિલ્હીમાં વહેલી સવારે ચાર વાગ્યે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરીને