એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1

  • 520
  • 146

કેટલીક વાર્તાઓની શરૂઆત આપણને ત્યારે ખબર પડતી નથી.એ વખતે જીવન સામાન્ય રીતે જ ચાલતું હોય છે. સવાર થાય, શાળાએ જવાનું હોય, મિત્રો સાથે સમય પસાર કરવાનો હોય, ભણવાનું હોય, રમવાનું હોય અને સાંજ પડે એટલે ફરી ઘર તરફ પાછા ફરવાનું હોય. દિવસ પૂરો થાય અને બીજા દિવસે ફરી એ જ રૂટિન.પણ વર્ષો પછી જ્યારે એ જ જીવનના જૂના પાનાં ખોલીએ છીએ, ત્યારે સમજાય છે કે એ સામાન્ય લાગતા દિવસોમાં પણ કેટલીક એવી પળો છુપાયેલી હતી, જે આગળ જઈને આખી જિંદગીની યાદ બની જવાની હતી.મારી આ વાર્તાની શરૂઆત પણ કોઈ મોટી ઘટના સાથે થઈ નહોતી.કોઈ ફિલ્મી મુલાકાત નહોતી.કોઈ ખાસ દિવસ નહોતો.કોઈને