પ્રકરણ ૨૨: એનાલોગ પનીરનો દાવ અને 'દેસાઈ ડૉક્ટર ફેમિલી'નો જાગૃતિ કેમ્પ!દૈનિક ચબરાકિયાં:"જીભના ચટાકા અને પિઝા-બર્ગરના મોહમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે પનીર અને ચીઝના નામે આપણે શું ખાઈ રહ્યા છીએ! કેમિકલ અને પામ ઓઈલમાંથી બનેલું 'એનાલોગ પનીર' એ સ્વાદ નહીં, પણ બીમારીઓનું પેકેટ છે. જાગૃત નાગરિક એ જ, જે પોતાના થાળીના ખોરાકની શુદ્ધતા જાણે!"સવારના આઠ વાગ્યા હતા. આનંદનગર સોસાયટીના ગાર્ડન પાસે આવેલા બાંકડા પર સિનિયર સિટિઝન ગ્રુપ—માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા અને મનોહર જોશી પોતાના હાથમાં ગરમ ચાના કપ સાથે અખબાર વાંચી રહ્યા હતા.માણેક લાલે અચાનક અખબાર પર ચશ્મા સરખા કર્યા અને મોટા અક્ષરે લખેલી હેડલાઈન વાંચી: "દૂધની જગ્યાએ