આનંદનગર : પ્રકરણ ૧૯

  • 98

️ પ્રકરણ ૧૯: કચરાનું રાજકારણ અને કેસાજીનો ઇનકાર!દૈનિક ચબરાકિયાં:"નિયમો કાગળ પર બનાવવા બહુ આસાન હોય છે, પણ વર્ષો જૂની આળસ અને ટેવો બદલવી સૌથી અઘરી હોય છે. જ્યારે ઈગો, સિદ્ધાંતો અને આળસ સામસામે આવે, ત્યારે સોસાયટીના કમ્પાઉન્ડમાં કચરા કરતાં વધારે તો અફવાઓ અને 'રાજકારણની ચર્ચાઓ' ઉડતી હોય છે!"બીજી જ સવારે આનંદનગર સોસાયટીમાં નવો નિયમ અમલમાં આવવાનો પહેલો દિવસ હતો. સવારના સાડા આઠ વાગ્યા હતા, પણ જેનો ડર સેક્રેટરી હિતેશ પટેલને હતો, એ જ ધમાકેદાર નાટક શરૂ થઈ ગયું!A-બ્લોકની સીડીઓ પરથી કેસાજી પોતાની કચરાગાડી ખસેડતા-ખસેડતા ઉપરથી નીચે આવી રહ્યા હતા. હાથમાં ગ્લોવ્ઝ પહેરેલા અને મોં પર રૂમાલ બાંધેલો. હિતેશ પટેલના કડક