ઓહ માય ડોગ

  • 264
  • 100

ઓહ માય ડોગ-રાકેશ ઠક્કર          ભારતીય સિનેમામાં જ્યારે પણ પ્રાણીઓ અને માણસોના સંબંધો પર આધારિત ફિલ્મો બને છે, ત્યારે તે પ્રેક્ષકોના દિલને સ્પર્શી જાય છે. ફિલ્મ ‘ઓહ માય ડોગ’ (2026) પણ આ યાદીમાં એક નવો ઉમેરો છે. નિર્માતાઓ દ્વારા મુખ્ય પાત્રો તરીકે શ્વાન અને બાળકોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ફિલ્મની વાર્તા બે સમાંતર કિસ્સાઓ પર આધારિત છે જે એકબીજા સાથે જોડાયેલા છે. એક તરફ એક બાળક છે જેનો વહાલો શ્વાન ખોવાઈ ગયો છે, અને બીજી તરફ એક શ્વાન છે જેનો માલિક ખોવાઈ ગયો છે.          આ માત્ર એક સામાન્ય ભાવનાત્મક ફિલ્મ નથી, પરંતુ તે સ્પાય થ્રિલર