રાજા માયાને જોતા જ તેના પર મોહિત થઈ ગયો. માયાને માન-સન્માનથી મહેલમાં બોલાવવાને બદલે, તે અભિમાની રાજાએ પોતાની હવસ સંતોષવા માટે સૈનિકોને તેને જબરદસ્તી ઉપાડી લાવવાનો આદેશ આપ્યો.રાજાના દુર્ભાગ્યવશ જયારે સૈનિકો માયાને લેવા માટે વિનિધન આવ્યા ત્યારે જ એક યોદ્ધાના વેશે સૂર્યન્તક ત્યા હાજર હતો. જયારે રાજાના સૈનિકો માયાને ઉપાડી જવા લાગ્યા ત્યારે દૂરથી સૂર્યન્તક દ્વારા ફેંકાયેલી તલવાર વડે એક સૈનિકનો હાથ કપાઈ ગયો. તરત જ બીજા સૈનિકો લડવા માટે તૈયાર થઈ ગયા. માયાને લેવા આવેલા દસથી બાર સૈનિકોને સૂર્યન્તકે સહેલાઈથી હરાવી દીધા. પરંતુ તેમનો જીવ ના લીધો અને તેમને જીવતા જવા દીધા. સૈનિકોના ગયા પછી તરત જ સૂર્યન્તક ત્યાંથી ચાલ્યો ગયો. માયા