સફળતા સાથે જવાબદારી આપોઆપ આવે છે. ઈશ્વરે તમને કોઈ ઉમદા કાર્ય માટે પસંદ કર્યા છે, એની ઋણાનુબંધની સાંકળ ઘણી લાંબી હોઈ શકે છે!! આપણી સફળતા માત્ર આપણી નથી હોતી. આપણી સાથે જોડાયેલા ઘણા બધા લોકોનો ડાયરેક્ટલી, ઇન્ડાયરેક્ટલી નાનો-મોટો ફાળો હોય જ છે. સંઘર્ષના સમયમાં જેઓ લાગણીની, હૂંફની છત બન્યા હોય, તેવા લોકોની આપણી સફળતામાં ભાગીદારી કંઈ રીતે ભૂલી શકીએ!! પડછાયાની જેમ તમારા કર્મની સાથે મજબૂત દિવાલ બનીને, પડખે રહ્યા હોય તેવા લોકો તમારા જેટલા જ સફળતાના ભાગીદાર છે, એમ કહી શકાય!! કુદરતે તમને કોઈ ઉમદા કાર્ય માટે નિમિત્ત બનાવ્યા છે. કુદરતનો