આનંદનગર : પ્રકરણ ૧૪

  • 78

પ્રકરણ ૧૪: તંત્ર સામે 'આનંદનગર'નો મોરચો અને મહા-સફાઈ!દૈનિક ચબરાકિયાં: મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસા પહેલાં 'પ્રી-મોન્સૂન કામગીરી'નો કાગળ પર દાવો કરે છે, અને ચોમાસા પછી પ્રજા 'પોસ્ટ-બીમારી મોન્સૂન' ભોગવે છે! તંત્ર ત્યારે જ જાગે છે જ્યારે મીડિયાનો કેમેરો એમના દરવાજે પહોંચે! ચોમાસાના ભારે વરસાદ બાદ અમદાવાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આનંદનગર સોસાયટીના મુખ્ય દરવાજા બહાર અને આસપાસના રસ્તાઓ પર દિવસો સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે ખાબોચિયાં કાદવ-કીચડથી ભરાઈ ગયાં હતાં અને મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો હતો.પરિણામ એ આવ્યું કે સોસાયટીમાં અને આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવા લાગ્યો.ઘરે-ઘરે ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરલ તાવના કિસ્સાઓ પ્રકાશમાં આવવા લાગ્યા. ફ્લેટ A-102 માં રહેતા