ઇસ્લામિક સ્ટોરી - 21

  • 568
  • 179

ઈસ્લામિક સ્ટોરી 21       ઈસ્વીસન 661 થી 680 સુધી મુઆવીયાએ મુસ્લીમો ઉપર શાસન કર્યું.હઝરત અલી મદીનાથી ખિલાફતની રાજધાની કુફા લઈ આવ્યા હતા.અને મુઆવીયા રાજધાની કુફાથી સિરીયાના દમાસ્કસ શહેરમા લઈ ગયા.   અત્યાર સુધી જે પણ પાંચ ખલિફા થયા હતા એ એક જાતની ચુંટણી પ્રથાથી નિમાયેલા હતા.એટલે કે મોટા ભાગના મુસ્લિમો અને સરદારોની ઈચ્છાથી ખલિફા બન્યા હતા જ્યારે મુઆવીયા તાકાતના અને સંપતિના જોરે ખિલાફત ઉપર આવ્યા હતા.પણ પછી એમને મુસલમાનોએ ખલિફા તરીકે સ્વીકારી લીધા હતા.  મુઆવીયા પોતાના પછી પોતાના પુત્ર યઝીદને ગાદી સોંપવા માંગતા હતા.પણ યઝીદ એક અય્યાસ અને બદચલન વ્યક્તિ હતો આથી મુઆવીયા જાણતા હતા કે યઝીદને મુસ્લીમાનો ક્યારેય પોતાના