આનંદનગર : પ્રકરણ ૧૧

  • 184
  • 64

રિલ્સ vs રિયલ લાઈફ દૈનિક ચબરાકિયાં: રીલ્સની દુનિયામાં બધા ગાઈ રહ્યા હતા કે 'બારીશેં આ ગઈ શહર મેં...'પણ ગેટ પાસે પાણી ભરાયું ત્યારે ખબર પડી કે 'બારીશ સોસાયટીમાં પણ આવી ગઈ છે!' આનંદનગર સોસાયટીના ગેટ પાસે આજે જુલાઈની ધોધમાર સવાર હતી. ચોમાસું પૂરા જોરમાં હતું, પણ સોસાયટીની યુવા બ્રિગેડ અને મહિલા મંડળ માટે આ એક 'કન્ટેન્ટ ઓપર્ચ્યુનિટી' હતી!મહિલા મંડળ પ્રમુખ જાગૃતિ પટેલ પોતાના હાથમાં રિંગ-લાઇટ પકડીને ઊભાં હતાં, જ્યારે સેક્રેટરી હિતેશ પટેલ કલ્ક્યુલેટર પર બજેટ ગણવાને બદલે જાગૃતિબેનનો કેમેરા એંગલ સરખો કરી રહ્યા હતા. બીજી તરફ, યુથ ક્લબના હેડ આરવ જોશી, વિવાન પટેલ અને મસ્તીખોર રુદ્ર (ટીનીયો) ભેગા થઈને ગાર્ડનના લીલાછમ ઘાસ પર