પ્રકરણ ૧૦ છત્રીનો કાગડોદૈનિક ચબરાકિયાં:વરસાદથી બચવા છત્રી જોઈએ અને નેતાઓના વાયદાથી બચવા બુદ્ધિ જોઈએ... પણ પવન જો જોરથી ફૂંકાય, તો છત્રી અને વાયદા—બંને કાગડો થઈ જાય!જુલાઈની મસ્ત વરસાદી સવાર...આનંદનગરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો.ગેટ પાસે ધીરુભાઈ શાકવાળા અને રામજીભાઈ દૂધવાળા છત્રી લઈને ઊભા હતા.રામજીભાઈ બોલ્યા,"આજે તો દૂધ કરતાં વરસાદ વધારે વહે છે."ધીરુભાઈ હસ્યા."અને ગ્રાહકો કરતાં છત્રીઓ વધારે દેખાય છે."એટલામાં હિતેશ પટેલે સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો."આજે સવારે ૯ વાગ્યે ગાર્ડનમાં 'બેસ્ટ છત્રી ડિસ્પ્લે' સ્પર્ધા રાખવામાં આવી છે. જેની છત્રી સૌથી અનોખી હશે તેને આનંદનગર પરિવાર તરફથી જૉરદાર ઇનામ આપવામાં આવશે."મેસેજ વાંચીને આખી સોસાયટી ઉત્સાહમાં આવી ગઈ.બરાબર નવ વાગ્યે...આનંદ નગર