આનંદનગર : પ્રકરણ ૯

  • 206
  • 58

પ્રકરણ ૯ : વરસાદી સાંજ... આનંદનગરની ભજીયા પાર્ટીસાંજના છ વાગ્યા... બહાર વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો. ક્લબ હાઉસની બારી પર વરસાદના ટીપાં ગૂંજતું સંગીત વગાડી રહ્યા હતા.એટલામાં જાગૃતિ પટેલે મહિલા મંડળના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો: "Attention આનંદનગર પરિવાર! આજે વરસાદી સ્પેશિયલ... સાંજે ૭ વાગ્યે ક્લબ હાઉસમાં ગોટા-ભજીયા પાર્ટી. બધા પરિવાર ને સહપરિવાર આમંત્રણ છે, જરૂર આવશો."બે મિનિટમાં જ ગ્રૂપમાં મેસેજનો વરસાદ શરૂ થઈ ગયો.અંજુ મહેતાએ લખ્યું, "હું ગરમ ચા બનાવીશ."રેણુ શર્મા બોલી, "મારી તરફથી લીલી ચટણી."ડૉ. આરતી દેસાઈએ પૂછ્યું, "હું ગરમ જલેબી મોકલું?"જાગૃતિ હસી પડી અને લખ્યું, "ભજીયા પાર્ટી છે કે લગ્ન?"મીનાક્ષી અય્યરે ઉમેર્યું, "હું ફિલ્ટર કોફી પણ બનાવીશ."મારિયા ફર્નાન્ડિસે