આ એક મારી સામે બનેલ સત્યઘટના આધારિત વાર્તા છે અને વાર્તાનો અંત જ બોધ છે. 🍁 રોજની જેમ હું મારી ફરજ પર ૧૦ વાગ્યે પહોંચી ગયો. અમારી ઓફિસ (જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ગંગાજળિયા તળાવ (ભાવનગરનો મુખ્ય માર્કેટ વિસ્તાર)ની એકદમ નજીક આવેલી છે. અમારા ઓફિસના પ્યુન હસમુખભાઈ ઓફિસ સ્ટાફ માટે ચા લેવા માટે ગંગાજળિયા તળાવ પાસે રૂપમ ચોક ચાલીને જાય છે. ચા લઈને વળતા આવતા હતા ત્યારે આગળ રસ્તા પર તેમણે આ મુઝવણનું દૃશ્ય જોયું 👀 " રસ્તાની ડાબી સાઇડમાં એક પીયાગો રીક્ષાની પાછળની સીટમાં મહિલા પેસેન્જરો ચડી રહ્યા હતા જેમાં સૌથી છેલ્લે એક બહેન કે રીક્ષા માં ચડતા જેમના એક હાથમાં બાળક હતું તો બીજા હાથમાં મોબાઇલફોન બાળક અને ફોન સાથે રીક્ષામાં ચડી ગયા હાથમાં રહેલ મોબાઇલ ફોનને પોતાના ડાબા પગના ગોઠણ ઉપર મુક્યો અને માર્કેટના શોરબકોર અ