શું સાચે જ ગુરુપૂર્ણિમા?

  • 86
  • 1

લેખ:- શું સાચે જ ગુરુપૂર્ણિમા?લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ ।ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ॥કેટલો સરસ શ્લોક છે! કેટલી સુંદર રીતે ગુરુનું મહત્ત્વ સમજાવ્યું છે! ગુરુપૂર્ણિમાનાં દિવસે લગભગ બધી શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુવંદના કાર્યક્રમ કદાચ આ શ્લોક બોલીને જ શરુ થતો હશે. ત્યારબાદ કાર્યક્રમનો દોરીસંચાર કરનાર ઉદ્દધોષક (એન્કરિંગ કરનાર વ્યક્તિ) એને મળેલ સ્ક્રિપ્ટને આધારે આ શ્લોક તેમજ જીવનમાં ગુરુનું શું મહત્ત્વ છે એનાં વિશે ઘણું બધું કહી જશે. અંતે તમામ શ્રોતાઓનો આભાર વ્યકત કરી બેસી જશે, અને એને મને કે કમને તાળીઓનાં ગડગડાટથી વધાવી લેવામાં આવશે.પરંતુ મારો પ્રશ્ન એ છે કે, "શું આ