મોતના સ્નીકર્સ - પ્રકરણ 11

  • 404
  • 172

  પ્રકરણ ૧૧ : ચેકમેટરાત્રિના ૨:૩૮ વાગ્યાનો સમય થયો હતો. બંધ પડેલી કેમિકલ ફેક્ટરીનો કાટમાળ અને ધુમાડાથી ભરેલો પાછળનો ગેટ કોઈ ભયાનક અંતનો સાક્ષી બની રહ્યો હતો.ડીસીપી (DCP) વિજય પાટીલ પોતાના હાથમાં અબજો રૂપિયાની કિંમત ધરાવતું લિક્વિડ કોકેઈન ભરેલું કાચનું કન્ટેનર છાતીએ સરસાવીને આખરી આશા સાથે જીવ બચાવવા દોડી રહ્યો હતો. તેના શ્વાસ ફૂલી ગયા હતા અને ચહેરા પર પકડાઈ જવાનો ચોખ્ખો ભય છવાયેલો હતો. તેની બિલકુલ પાછળ આંતરરાષ્ટ્રીય સ્મગલર બિલાલ અફઘાની અને તેના ખતરનાક ગેંગસ્ટરો અંધાધૂંધ ગોળીબાર કરતા આગળ વધી રહ્યા હતા.અને એ બંનેની સૌથી પાછળ... પોતાની જાનની પરવા કર્યા વગર ઝડપી કદમોથી દોડી રહ્યો હતો સાહસિક પત્રકાર અભિજીત