પ્રકરણ ૧૦ : ત્રિપાંખીયો જંગરાત્રિના ૨:૧૫ વાગ્યા હતા. આખી કેમિકલ ફેક્ટરી કાળમુખા અંધકારમાં ગરકાવ હતી. વાતાવરણમાં કેમિકલ્સની તીવ્ર, અસહ્ય અને દૂષિત વાસ ફેલાયેલી હતી, જે શ્વાસ લેવો પણ મુશ્કેલ બનાવી રહી હતી. માળખાની જર્જરિત છત પરથી પાણીના ટીપાં સતત ટપકવાનો અવાજ આવતો હતો, પરંતુ એ નીરવ શાંતિ ક્ષણવારમાં છિન્નભિન્ન થઈ ગઈ. ફેક્ટરીની છત પર લગાવાયેલી ઈમરજન્સી લાલ લાઈટ એકાએક ઝબૂકવા લાગી, જે આખી જગ્યાને કોઈ ભયાનક લાલ પ્રકાશમાં નહવાવી રહી હતી.તે જ ક્ષણે અતિશય કર્કશ અને કાન ફાડી નાખે તેવો સાયરનનો અવાજ આખા બેઝમેન્ટમાં ગુંજી ઊઠ્યો.*વૂઽઽઽ... વૂઽઽઽ... વૂઽઽઽ...*ડીસીપી (DCP) પાટીલનો ચહેરો લાલચોળ થઈ ગયો. તેની આંખોમાં ક્રોધ અને ભયનું મિશ્રણ