મોતના સ્નીકર્સ - પ્રકરણ 9

  • 290
  • 126

**પ્રકરણ ૯ : માસ્ટરમાઇન્ડ ઓપરેશન**રાત્રિના ૨:૦૫ વાગ્યાનો સમય થયો હતો. કાળો ડિબાંગ અંધકાર અને ઠંડો પવન આખા વિસ્તારને પોતાની લપેટમાં લઈ રહ્યા હતા. બંધ પડેલી, અવાવરૂ કેમિકલ ફેક્ટરીથી લગભગ ત્રણસો મીટર દૂર અંધારામાં એક ઝાડીઓ પાછળ કાળી SUV ગાડી સાયલન્ટ મોડમાં પાર્ક કરેલી હતી. ગાડીની અંદરનું વાતાવરણ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ હતું.ગાડીની ફ્રન્ટ સીટ પર બેઠેલો હતો—અભિજીત દેસાઈ.તેના લેપટોપની ઝળહળતી સ્ક્રીન પર કેમિકલ ફેક્ટરીનો સંપૂર્ણ થ્રી-ડી (3D) ડિજિટલ નકશો ખુલ્લો હતો, જેમાં ફેક્ટરીના દાદર, બેઝમેન્ટ અને ગુપ્ત રસ્તાઓ સ્પષ્ટ દેખાતા હતા. ગાડીની પાછળની સીટ પર તેનો વફાદાર સાથી બાબુ અને તેનો જૂનો ટેક્નિકલ મિત્ર રોહન બેઠા હતા. રોહન શહેરના શ્રેષ્ઠ