પ્રકરણ ૩: સાગરગઢનો સમુદ્ર સંગ્રામસલાયા કોસ્ટ (સાગરગઢ) - જામનગરવહેલી સવારે ૪:૩૦ વાગ્યા હતા. જામનગર જીલ્લાના સલાયા (સાગરગઢ) ના દરિયા કિનારે ધુમ્મસ એટલું ઘાટું હતું કે પાંચ ફૂટ દૂરનું પણ કશું દેખાતું નહોતો. સમુદ્રનો ખારો પવન ચહેરા પર વાગતો હતો. કિનારે આવેલી એક જૂની, તૂટેલી ફિશિંગ જેટી પર ત્રણ મોટી માછીમારીની બોટો લંગરેલી હતી. પરંતુ આ બોટોમાં માછલીઓ પકડવાની જાળ નહોતી, અંદર ચામડાના હેવી-ડ્યુટી મિલિટ્રી બોક્સ લોડ થઈ રહ્યા હતા.રાજેન્દ્રસિંહ જાડેજા હાથમાં દેશી પિસ્તોલ લઈને જેટી પર ઉભો ઉભો પોતાના માણસો પર બૂમો પાડી રહ્યો હતો. "જલ્દી કરો, સાલાઓ! દિલ્હીથી ફોન આવ્યો છે, હરપ્રીત પકડાઈ ગયો છે. એજન્સીઓ ગમે ત્યારે અહીં