ઋષિશાસ્ત્ર પ્રમાણે ગૃહનિર્માણ – ભારતીય જ્ઞાન પરંપરાનો વૈજ્ઞાનિક અભિગમઆજ સુધી આપણે "વાસ્તુશાસ્ત્ર" વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ વાસ્તવમાં ભારતીય સ્થાપત્યની મૂળ પ્રેરણા માત્ર વાસ્તુ સુધી મર્યાદિત નહોતી. આપણા પ્રાચીન ઋષિઓએ હજારો વર્ષ પહેલાં પ્રકૃતિ, પર્યાવરણ, માનવ શરીર અને બ્રહ્માંડ વચ્ચેના સંબંધનો ઊંડો અભ્યાસ કરીને જે સિદ્ધાંતો આપ્યા, તેને ઋષિશાસ્ત્ર કહી શકાય. આજના સમયમાં ઘણા આધુનિક બંગલાઓ અને ગ્રીન બિલ્ડિંગના સિદ્ધાંતો પણ આ જ ઋષિ જ્ઞાન સાથે સુસંગત જોવા મળે છે.ઋષિશાસ્ત્રનો મૂળ સિદ્ધાંત એવો છે કે માણસ પ્રકૃતિનો એક ભાગ છે, પ્રકૃતિથી અલગ નથી. તેથી ઘર એવું હોવું જોઈએ કે જેમાં સૂર્યપ્રકાશ, શુદ્ધ હવા, પાણી, વૃક્ષો અને ખુલ્લી જગ્યા સાથે માનવનું