અદ્રશ્ય શત્રુ - 3

  • 100

અદ્રશ્ય શત્રુ: ધ લેવલ ૩ - ડિજિટલ હૈસ્ટ QR સ્કેનની પાછળ છુપાયેલો સૌથી મોટો સ્કેમમીઠાપુર પરમાણુ ઊર્જા મથકને 'ઓમેગા પ્રાઇમ' ના વિનાશક પ્લાનમાંથી બચાવ્યાને હજુ ૨૪ કલાક પણ નહોતા થયા. સાયબર સેલના કમાન્ડ સેન્ટરમાંથી નીકળીને કબીર, ડિજિટલ ફ્રોડ ઈન્વેસ્ટિગેશનના હેડ ઓફિસર રવી અને આર્યા સાંજે ઓફિસ અવર્સ પતાવી સી.જી. રોડ પર આવેલી એક શાંત કોફી શોપમાં રિલેક્સ થવા બેઠા હતા. કબીરે હજુ ગઈકાલે જ પોતાનો જૂનો ફોન ટેરેસ પરથી ફેંકી દીધો હતો, એટલે આજે તે નવા સેક્યોર ડિવાઈસ સાથે ટેબલ પર બેઠો હતો."તને ખરેખર લાગે છે કબીર કે ઓમેગા પ્રાઇમ આટલી જલ્દી ફરી હુમલો કરશે?" આર્યાએ કોફીનો મગ હાથમાં લેતા પૂછ્યું."એણે