સહિયારા શ્વાસ - અધ્યાય 2

  • 96

સહિયારા શ્વાસ અધ્યાય – ૨શબ્દોથી જન્મતો વિશ્વાસ"કેટલાક સંબંધો એક 'હેલો'થી શરૂ થાય છે... અને આખી જિંદગી 'ધ્યાન રાખજે' સુધી પહોંચે છે."            રાત્રિના અગિયાર વાગી ચૂક્યા હતા.બહાર આખું શહેર ઊંઘની ચાદર ઓઢીને શાંત થઈ ગયું હતું. દૂર ક્યાંક કૂતરાંના ભસવાનો અવાજ આવતો અને ફરી ચારેબાજુ મૌન પથરાઈ જતું. બારીમાંથી આવતી ચાંદની રૂમના ફ્લોર પર ચાંદી જેવી રેખાઓ દોરી રહી હતી.નિત્યાનો મોબાઇલ હજુ પણ તેના હાથમાં હતો.મેસેજ મોકલ્યા પછી જાણે સમય થંભી ગયો હતો.તે પોતાની જાતને સમજાવતી હતી..."જવાબ આવે કે ન આવે... કોઈ ફરક પડતો નથી."પણ મન જ જાણતું હતું કે‌ ફરક પડતો હતો....ખૂબ જ પડતો હતો.દર બે-ત્રણ