પોઇઝન ગર્લ : પ્રકરણ ૪

  • 640
  • 306

પ્રકરણ ૪: ડિજિટલ પગેરાં અને આઇબી (IB) નું મિશન આઇસલેન્ડકાળી ખીણના ઓપરેશન પછી જપ્ત કરાયેલા રશિયન સાયન્ટિસ્ટ ડો. દિમિત્રીના લેપટોપને દિલ્હી સ્થિત આઇબી ના સાયબર હેડક્વાર્ટરમાં મોકલવામાં આવ્યું હતું. અશોક પણ આ કેસની ગંભીરતા જોઈને દિલ્હી પહોંચ્યો હતો. દિવસ-રાત એક કરીને જ્યારે સાયબર એક્સપર્ટોએ દિમિત્રીની ડિલીટ થયેલી ફાઇલો અને સેટેલાઇટ કોમ્યુનિકેશન લોગ્સ રિકવર કર્યા, ત્યારે આર્યાનું અસલી લોકેશન ટ્રેક થયું.તેણી કોઈ સામાન્ય દેશમાં નહીં, પણ આઇસલેન્ડના પાટનગર રેકિયાવિક થી પચાસ કિલોમીટર દૂર, જ્વાળામુખીના પથ્થરોની વચ્ચે બનેલા એક અતિ આધુનિક, બંકર જેવા રિસર્ચ સેન્ટરમાં છુપાયેલી હતી. ત્યાંથી તે ડાર્ક વેબ પર "પોઇઝન ગર્લ "ના નામે આંતરરાષ્ટ્રીય પોઇજન અને વાઇલ્ડલાઇફ ઓર્ગન્સનું માર્કેટ