પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 9

માયાના મૃત્યુ પછીના મહિનાઓ આનંદ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા હતા. પરંતુ ધીમે ધીમે તેણે પોતાને સંભાળવાનું શરૂ કર્યું. તેને સમજાઈ ગયું હતું કે ભૂતકાળને બદલવો તેના હાથમાં નથી.અને તેના જીવનમાં એક એવી વ્યક્તિ હતી, જે દરેક મુશ્કેલ સમયે તેની સાથે ઊભી રહી હતી.પ્રિયા.પ્રિયાએ ક્યારેય આનંદનો સાથ છોડ્યો નહોતો. જ્યારે આખી દુનિયા તેને દોષી સમજી રહી હતી, ત્યારે પણ પ્રિયા તેની બાજુમાં જ ઊભી રહી હતી. તે તેને સમજાવતી, હિંમત આપતી અને વારંવાર કહેતી કે માયાના મૃત્યુ માટે પોતાને જવાબદાર માનવાનું બંધ કરે.ધીમે ધીમે આનંદે પણ નક્કી કર્યું કે હવે તે પોતાની બાકી જિંદગી પ્રિયા સાથે ખુશીથી જીવશે.તે હવે માયાની યાદોમાં