પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 6

(18)
  • 691
  • 232

વિરાટ અને જય હજી આરતીને ખેંચીને પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બંનેએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી, છતાં આરતીનું શરીર જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ પકડી રાખ્યું હોય તેમ ખસતું નહોતું.બધાની નજર હવે આરતી અને તેની બાજુમાં પડેલા વિજયના મસ્તક વિનાના નિર્જીવ ધડ પર ગઈ.હોલમાં ફરી એકવાર ભયાનક શાંતિ છવાઈ ગઈ.અચાનક...વિજયના કપાયેલા ગળામાંથી જમીન પર ફેલાયેલું લોહી હલનચલન કરવા લાગ્યું.સૌપ્રથમ તો કોઈને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો.લોહી ધીમે ધીમે એક જગ્યાએ ભેગું થવા લાગ્યું.પછી તે જમીન પર સરકવા લાગ્યું.એવું લાગી રહ્યું હતું જાણે કોઈ સાપ જેવી જીવંત વસ્તુ રેંગી રહી હોય."આ... આ શું છે...?" જયના હોઠમાંથી ધ્રૂજતા