લાલો 2 - પ્રકરણ 15

  • 110

શ્યામ અને ભગવાન શ્રી કૃષ્ણ હવે સ્વર્ગની શોધ કરતાં કરતાં થાકી ગયા હતા. સમયનો પણ હવે કોઈ ખ્યાલ રહ્યો નહોતો. તેઓ અવકાશમાં આમથી તેમ ભટકી રહ્યા હતા… પરંતુ સ્વર્ગ ક્યાંય મળતું નહોતું.અચાનક જ શ્યામના મનમાં એક સવાલ આવ્યો.“પ્રભુ… સમગ્ર બ્રહ્માંડમાં એવા કેટલા ગ્રહો હશે જ્યાં પૃથ્વીની જેમ જીવન વસતું હોય? જ્યાં લોકો માણસોની જેમ વિચારી શકે… પોતાનો વિકાસ કરી શકે?”ભગવાન શ્રી કૃષ્ણ તેની સામે જોઈને સહેજ હસ્યા.“માણસો બહુ ઓછું વિચારે છે લાલભાઈ… તેઓ વિકાસ ઓછો અને વિનાશ વધારે કરે છે.”શ્યામ ચૂપચાપ સાંભળતો રહ્યો.ભગવાન આગળ બોલ્યા—“સાચો વિકાસ એ નથી કે માત્ર આપણે એકલા આગળ વધીએ. સાચો વિકાસ તો ત્યારે કહેવાય જ્યારે