લાલો 2 - પ્રકરણ 14

  • 286
  • 108

હવે તેઓ ઓસ્ટ્રોમેટ પાસે જવા માટે રવાના થયા. રસ્તામાં શ્યામે ભગવાનને પૂછ્યું, "તમે મને જીવતો કર્યો, સાચુંને પ્રભુ." ભગવાન મારી સામે જોઈને હસ્યા અને પછી બોલ્યા, "ના, તને પાછો લાવવામાં મારો કોઈ જ હાથ નથી મિત્ર. તેં પોતે જ પોતાને બચાવ્યો છે..""તુ સાચે જ ખુબ હોશિયાર અને બહાદુર છે. મને તારી બહાદુરી પર ગર્વ છે લાલા." શ્યામને કાઈ જ સમજાઈ નહોતું રહ્યું એટલે તે આશ્ચર્ય સાથે બોલ્યો,"પ્રભુ, કૃપા કરીને મને થોડુંક સમજાવશો..?"ભગવાન શ્યામ સામે મલક્યા અને કહેવા લાગ્યા. "જયારે મહર્ષિ દિવ્યદગ્ધીએ તેમની તપસ્યા ભંગ થવાના લીધે મહારાજ અમીરાજ અને તેમની સેનાને શ્રાપ આપ્યો ત્યારે બધા ખુબજ વિનંતી કરવા લાગ્યા કે અમને ક્ષમા કરી દયો,