લાલો 2 - પ્રકરણ 13

  • 694
  • 232

જાદુગરે પોતાનો જાદુઈ દંડ જમીન ઉપર ફટકાર્યો એમાં આખી ગુફા ધ્રુજી ઊઠી. હવે જમીન પર લીલા રંગને બદલે કાળા રંગનો ધુમાડો ફેલાવા લાગ્યો. પળવારમાં જ શ્યામના હાથપગ પર કાળા દોરડા વીંટાઈ ગયા. તેને લાગ્યું જાણે જીવતા સાપ તેના શરીર પર લપેટાઈ ગયા હોય અને તેના શરીરને લગભગ દરેક દિશાએથી જકડી રહ્યા હોય.  શ્યામ બહારથી શાંત દેખાવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ અંદરથી તેના શરીરમાં ડર ધીમે ધીમે વધતો જઈ રહ્યો હતો.જાદુગરની આંખોમાં અજબ વિશ્વાસ હતો.  “હિંમત રાખ મિત્ર…” ભગવાન ધીમેથી બોલ્યા.  જાદુગરે શ્યામને ઊંધો લટકાવી દીધો. થોડી જ ક્ષણોમાં તેનું માથું ભારે થવા લાગ્યું. લોહી ધીમે ધીમે પગ સુધી પહોંચતું બંધ થવા લાગ્યું. આંખો આગળ સહેજ