જાદુગરે પાંજરાનો દરવાજો ખોલ્યો.“બાળકોને બહાર કાઢો,” તેણે આદેશ આપ્યો.બાળકો કંપતા પગે બહાર આવવા લાગ્યા.એક નાનકડો અમીન બાળક તો રડતો રડતો સીધો ભગવાન શ્રી કૃષ્ણ પાસે દોડી આવ્યો અને તેમના પગ પકડીને ઉભો રહી ગયો.ભગવાને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો.એ દ્રશ્ય જોઈને જાદુગરના ચહેરા પર અચાનક ગુસ્સો આવી ગયો.“એ વૃદ્ધ કોણ છે…?” તેણે શંકાભરી નજરે પૂછ્યું.શ્યામ તરત બોલી ગયો—“મારા ગુરુ છે.”ભગવાન શ્રી કૃષ્ણ થોડું મલકાયા.જાદુગર હજુ પણ તેમને શંકાથી જોઈ રહ્યો હતો.કદાચ તેને ભગવાનની અંદર રહેલી દિવ્ય શક્તિનો આભાસ થઈ રહ્યો હતો.પરંતુ તેની લાલચ તેના ડર કરતાં મોટી હતી.બધા અમીન બાળકોને આઝાદ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે મોકલ્યા પછી