લાલો 2 - પ્રકરણ 11

(25)
  • 300
  • 86

એટલામાં જ જાદુગરે પોતાના દંડને હવામાં ઊંચો કર્યો.  આખા રૂમમાં ભયંકર પવન ફરવા લાગ્યો.  યજ્ઞકુંડમાં રહેલું લીલું પ્રવાહી ઉકળવા લાગ્યું.  અને પછી…  પાંજરામાંથી એક બાળક ધીમે ધીમે હવામાં ઊંચકાવા લાગ્યું…બાળક હવામાં ઊંચકાતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.તે ડરમાં ચીસો પાડવા લાગ્યું.જાદુગરે પોતાની સફેદ આંખ બંધ કરી અને અજાણી ભાષામાં મંત્રોચ્ચાર શરૂ કર્યો.યજ્ઞકુંડમાંથી લીલો ધુમાડો બહાર નીકળીને ધીમે ધીમે બાળક તરફ વધવા લાગ્યો.હવે શ્યામ ધ્યાનથી ગુફાના એ રૂમને જોવા લાગ્યો. એ રૂમમાં એક નાની ફેક્ટરી જેવું ઉભું કરવામાં આવ્યું હતું. નાનામોટા ઘણા બધા વાસણ હતા, જેમાં ખરડાયેલું લોહી જામી ગયું હતું. રૂમના દરેક ખૂણામાં એક એક મશાલ સળગી રહી હતી એટલે આખા રૂમમાં અજવાળું ફેલાયેલું