થોડા સમયની નારાજગી

  • 118

થોડા સમયની નારાજગી :           આજે સવારથી પ્રિતી એ પ્રણયને એકવાર પણ જોયો નહતો. મન હતું કે તેને ફોન કરી લે અથવા તો વોટસએપ કરી લે. પણ કહેવાય છે ને સ્ત્રી હઠ બધા પર ભારી....... પ્રિતી પોતાનું મન મનાવી લે છે અને સદંતર પ્રણયને અવગણે છે પણ પ્રિતી પ્રણયને કાયમ અવગણી પણ ન શકે. કેમ કે તેઓ બંને એક જ કોલેજમાં પ્રોફેસર હતા અને કલીગની સાથે-સાથે સારા મિત્રો પણ છે. આથી પ્રિતી ચાહીને પણ પ્રણયથી દૂર તો ના જ રહી શકે. આ બાજુ પ્રણય પણ પ્રિતીના મેસેજની રાહ જોતો હતો. બંને એકબીજાના ઇગોમાં મેસેજ કે ફોન કોલ કરતાં