અચાનક..ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં તેજ ચમક્યું.તેમણે માત્ર એક આંગળી આગળ કરી.અને એ જ ક્ષણે…ગુફામાં વાંસળીનો મધુર સૂર ગુંજી ઊઠ્યો.ભયંકર દેખાતા એ બધા જીવ અચાનક પીડામાં ચીસો પાડવા લાગ્યા.તેમના શરીરમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો.પરંતુ…એમાંથી એક જીવ બાકીનાથી અલગ હતો.તે ભગવાનના સૂરથી જરાય પ્રભાવિત નહોતો થયો.ધીમે ધીમે તે અંધકારમાંથી આગળ આવ્યો.અને પહેલીવાર…શ્યામે તેની આંખો જોઈ.એ આંખો માનવ જેવી હતી.માણસની આંખ ધરાવતું જીવ શ્યામની નજીક આવ્યું ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણના શરીરનો વાદળી પ્રકાશ તે જીવ ઉપર પડ્યો. આ પ્રકાશના લીધે તે જીવ ત્યાં જ વાદળી આગમાં બળી ને રાખ થઈ ગયું. પેલો જીવ હવામાં જ રાખ થઈને ઊડી ગયો, એ જોઈને શ્યામને થોડી