લાલો 2 - પ્રકરણ 8

  • 356
  • 94

રાત હવે ધીમે ધીમે વધુ ગાઢ બનવા લાગી હતી.આકાશમાં અસંખ્ય તારાઓ ચમકી રહ્યા હતા.પરંતુ ઓસ્ટ્રોમસનું આકાશ પૃથ્વી જેવું નહોતું.અહીં તારાઓ માત્ર ચમકતા નહોતા…તેઓ રંગ બદલતા હતા.કોઈ જાંબલી પ્રકાશથી ધબકતું હતું… કોઈ વાદળી… તો કોઈ લીલા રંગમાં ઝબૂકતું હતું.દૂર દૂર અજાણી આકાશગંગાઓ ધીમે ધીમે ફરતી દેખાઈ રહી હતી.આખું આકાશ જાણે જીવંત હતું.શ્યામ તંબુની બહાર બેઠો બેઠો એ અદભૂત દૃશ્ય નિહાળી રહ્યો હતો.થોડે દૂર ઓસ્ટ્રોમેટ શાંતિથી જમીન પર સૂઈ ગયો હતો.તેના વિશાળ શરીર પર હજારો નાનકડાં પ્રકાશ ઝગમગી રહ્યા હતા.કદાચ અમીનલોકોએ પોતાના ઘરોમાં દીવડાં પ્રગટાવ્યાં હશે.દૂરથી જોતા એવું લાગતું હતું જાણે કોઈ આખું નગર જીવંત પહાડ પર વસેલું હોય.થોડા સમય પછી શ્યામે