મૌન - 2

  • 68

૧. તારા ચહેરા પર આ ઉડતો ગુલાલ જોયા કરું,હું તને જોઈને મનનો દરેક સવાલ ભૂલી જાવું.૨. હવામાં ઓગળેલી એક સુંદર સુગંધ જેવો તું,આ રણમાં ઊતરેલા કોઈ મીઠા ઝરણ જેવો તું.૩. તું આંખો બંધ રાખે તોય આભાસ વર્તાય છે,આ સૂના દિલના આંગણમાં નવો સૂરજ ઊગાય છે.૪. હથેળીમાં મૂકીને હાથ જે વચનો દીધા તેં,અમે તો જિંદગીના એ જ ક્ષણે અમૃત પીધા છે.૫. અરીસામાં તારો ચહેરો સદાયે શોધતો રહેતો,હું મારા શ્વાસમાં પણ માત્ર તારું નામ જ લેતો.૬. નદીને જેમ સાગરનું મિલન કાયમ ગમે છે,આ પાગલ મન સદાયે બસ તારી પાછળ ભમે છે.૭. કાગળ પર જ્યારે પણ કોઈ સુંદર કવિતા લખાય છે,ત્યારે એ શબ્દોમાં