મૌન - 1

  • 226
  • 52

નગરની ભીડમાં પણ એકલો જન્મારો લાગે છે,હવે તો આ ખુદનો શ્વાસ પણ અણધારો લાગે છે.અરીસો જોઈને પૂછું કે ભીતરમાં કોણ રોવે છે?બધા ચાલ્યા ગયા તો આ આંખ કોને શોધે છે?નયનમાંથી વહેતું એ નગર ખાલી થઈ ગયું,તમે આવ્યા નહીં ને આ સફર ખાલી થઈ ગયું.પલકો ઉપર કોઈ નવી યાદ રોકાય છે,અંદર જઈને આખો આ શ્વાસ ગૂંગળાય છે.હવામાં રોજ ઊડતી આ રાખ થઈ જાશે,આ આખી જિંદગી પણ એક પાખ થઈ જાશે.ખૂણે બેસીને કોઈ રડતું લાગે,આ આખું ચોમાસું નડતું લાગે.ખાલી અરીસામાં કોઈ ચહેરો તૂટે છે,અંદર સળગતો આ નવો વહેમ ખૂટે છે.અચાનક હાથમાંથી આ સમય સરકી પડે,ને ખાલી આંખમાંથી આ નગર સરકી પડે.કિનારે જઈને