લાલો 2 - પ્રકરણ 6

(86)
  • 942
  • 418

જંગલમાં જતાં પહેલાં તેઓ હંમેશની જેમ રાજગુરુ મહર્ષિ વેદભટ્ટાચાર્યની સલાહ લેવા તેમના આશ્રમમાં પહોંચ્યા.અને ત્યાં…મહર્ષિએ તેમને જંગલમાં જતાં રોકી દીધા.“મહારાજ… જો તમે અત્યારે જંગલમાં જશો… તો જીવિત પાછા નહિ ફરો.”આ સાંભળીને મહારાજ ચોંકી ગયા.“પણ ગુરુવર… આવું કેમ?”મહર્ષિ વેદભટ્ટાચાર્યની આંખોમાં ગંભીરતા આવી ગઈ.પછી તેઓ ધીમા અવાજમાં બોલ્યા —“અમીનારણ્યમાં ‘ઓસ્ટ્રસ’ નામનો એક વિશાળ હાથી રહે છે.”“પરંતુ હવે તે સામાન્ય હાથી રહ્યો નથી.”“મદ અને અહંકારએ તેની બુદ્ધિને ભસ્મ કરી નાખી છે.”“તે આખા જંગલને ખેદાનમેદાન કરવા લાગ્યો છે.”“વિશાળ વૃક્ષો… વન્યપ્રાણીઓ… અને તેની સામે આવતો દરેક જીવ હવે જોખમમાં છે.”“તેના મનમાં એક ભયાનક વિચાર જન્મ્યો છે.”“હવે તે પોતાને સમગ્ર દુનિયાનો સ્વામી માનવા લાગ્યો છે.”“અને જે