ઇસ્લામિક સ્ટોરી - 17

ઈસ્લામિક સ્ટોરી 17    મોહરમ મહિનો સમાપ્ત થવા આવ્યો છે આજે આપણે વાત કરીશુ ઈમામ હુસૈનની શહાદતની.કરબલાના યુદ્ધની. સુન્ની અને શિયાના વિભાજનની.  પયગમ્બર હઝરત મુહમ્મદ(સ.લ.વ)ની વફાત હિજરી સન ૧૧ની રબી અલ અવલ ૧૨ના થઈ હતી અંગ્રેજી તારીખ ના હિસાબે ૮ જુન ૬૩૨ના મદીનામા થઈ હતી.અને ત્યાર પછી જ મુસ્લિમો મા સમસ્યાઓ સર્જાઈ હતી.  શિયાઓની માન્યતા અનુસાર નબી સાહેબ છેલ્લી હજ ૬૩૨ માર્ચ મહિના મા કરી હતી તેમની સાથે હજારો મુસલમાનો એ હજમા સામેલ હતા. મક્કાથી મદીના પાછા ફરતી વખતે એક ચોક આવે છે જ્યા ગદીરે ખુમ નામનુ એક તળાવ છે ત્યા નબી સાહેબે પડાવ નાખ્યો.એમને એક અગત્યની જાહેરાત કરવાની હતી