નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 3

  • 210
  • 56

ચોમાસાની એ રાત ખૂબ જ ભયાનક હોય છે. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને અંદર કાચા છાપરામાંથી પાણી ટપકતું હોય ત્યારે દિલ ધ્રૂજી ઊઠે છે. ઘરમાં ઠેર-ઠેર તપેલાં અને વાસણો ગોઠવવા પડે છે જેથી પાણી આખા ઘરમાં ન ફેલાય, છતાં પથારી પલળી જ જાય છે. એવા સમયે મારા માસૂમ બાળકો દીવાલને અઢેલીને, ઠંડીથી ધ્રૂજતા બેસી રહે છે. તેમની આંખોમાં ઊંઘ નથી હોતી, બસ ભૂખ અને લાચારી સાફ દેખાય છે. બાળકોને ભૂખ્યા અને આ રીતે હેરાન થતા જોઈને મારું કાળજું ચિરાઈ જાય છે. રાત્રે ચોમાસામાં વરસાદનું પાણી પડે ત્યારે મારા છોકરાઓ સૂઈ પણ શકતા નથી. મારી આવી કપરી પરિસ્થિતિમાં પણ