*ભાગ 1: જુલિયા કાકી - 1942, બ્રિટન*પ્રારંભમાં પોલ કાકાએ જુલિયા કાકીને ખૂબ મદ કરી. તેમણે કાકીને અલગ-અલગ પ્રવૃત્તિઓ સૂચવી. સૌપ્રથમ પોલ કાકાએ તેમને ટોપી બનાવવાનો વ્યવસાય શરૂ કરવાનો પ્લાન સમજાવ્યો. પરંતુ જુલિયા કાકીને ટોપી બનાવવાનું કામ ખૂબ જ કંટાળાજનક અને નિરસ લાગ્યું. પછી પોલ કાકાએ સૂચવ્યું કે, "તમે એક એવી પ્રવૃત્તિ વિશે વિચારો જેમાં તમને શોખ પણ હોય અને તેમાં વધારે વિચાર કરવો ન પડે." કાકીને તરત જ યાદ આવ્યું કે તેમને રસોઈનો શોખ છે. તેમણે રસોઈકલામાં રસ દાખવ્યો અને કુકરી પ્રોગ્રામ વિશે માહિતી મેળવી. તેમના પોતાના ફળિયામાં જ તેમને ક્લાસ મળી ગયા. પરંતુ તે ક્લાસ 'બિગિનર્સ' માટે હતા. તેમાં એવા લોકો આવતા હતા