શ્યામ સ્તબ્ધ થઈને ઓસ્ટ્રોમેટના શરીર પર વસેલા એ નાનકડા જીવોને જોવા લાગ્યો.પહેલી નજરે તો તેઓ સામાન્ય કીડીઓ જેવા લાગતા હતા… પરંતુ ધ્યાનથી જોતા સમજાયું કે તેઓ ખરેખર મનુષ્યો જેવા જ હતા.તેમના નાનકડા હાથ… પગ… ચહેરા… અને કપડાં પણ માનવજાત જેવા જ લાગતા હતા.કેટલાકના હાથમાં સૂક્ષ્મ ભાલા હતા… તો કેટલાક પાસે અતિ નાનાં ધનુષ્ય.અમુક લોકો તો ઓસ્ટ્રોમેટના વિશાળ કાંટાઓ પર ચડીને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્યામ તરફ ક્રોધભરી નજરે જોઈ રહ્યા હતા.તેમની ચીસો અત્યંત જીણી હતી… પરંતુ હજારો અવાજો એકસાથે ગુંજતા હોવાથી આખું વાતાવરણ અજીબ પ્રકારના કોલાહલથી ભરાઈ ગયું હતું.એવું લાગતું હતું જાણે કોઈ સૂક્ષ્મ રાજ્ય યુદ્ધ માટે તૈયાર થઈ ગયું