લાલો 2 - પ્રકરણ 2

  • 90

એક દિવસ… શ્યામ પોતાની રિક્ષા લઈને દ્વારિકાની ગલીઓમાં ફરી રહ્યો હતો.સવારથી જ તેનો મૂડ ખરાબ હતો.ઘરેથી નીકળતા પહેલાં પણ તેની પોતાની માતા સાથે ભારે ઝઘડો થયો હતો.“આખી જિંદગી બસ પપ્પાની વાતો જ કર્યા કરો છો તમે…!ભગવાનના મિત્ર હતા… ભગવાનના મિત્ર હતા…!જો એટલા જ ખાસ હતા તો આજે જીવતા કેમ નથી?!"એમ કહીને જ તે ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો.હજી પણ રિક્ષા ચલાવતા ચલાવતા એ જ ગુસ્સો તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.પાછળ બેઠેલા બે પેસેન્જર પણ તેની રિક્ષા ચલાવવાની બેફામ ઝડપ જોઈને ગભરાઈ ગયા.“અરે ભાઈ, ધીમે ચલાવો…!”“ઉપર પહોંચાડવાનો ઇરાદો છે શું?!”પરંતુ શ્યામે કોઈ જવાબ આપ્યો નહિ.ત્યારે જ…અચાનક તેનું ધ્યાન રસ્તાની