આલ્ફા

આલ્ફા-રાકેશ ઠક્કર          વાયઆરએફ સ્પાઈ યુનિવર્સની નવીનતમ ફિલ્મ ‘આલ્ફા’ માં આલિયા ભટ્ટ, શર્વરી, બોબી દેઓલ અને અનિલ કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ કેટલીક બાબતોમાં સફળ રહી છે તો કેટલીક બાબતોમાં તે દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. ફિલ્મની શરૂઆત કારગિલ યુદ્ધ પછીના સમયગાળાથી થાય છે અને વાર્તા આલ્ફા પ્રોગ્રામ નામના એક ગુપ્ત સુપર હ્યુમન મિલિટરી પ્રોજેક્ટની આસપાસ ફરે છે, જે સામાન્ય મનુષ્યો કરતાં સો ગણા વધુ શક્તિશાળી સૈનિકો તૈયાર કરવા માટે બનાવવામાં આવ્યો છે. ફિલ્મનો પ્રથમ ભાગ ખૂબ જ રસપ્રદ અને વાર્તા પર કેન્દ્રિત હોવાનું માનવામાં આવે છે, જ્યાં પાત્રોનો પરિચય, તેમનો પરસ્પર સંબંધ અને