રિંગ રોડ

  • 164
  • 64

ધ ડેડ એન્ડરાજકોટના રિંગ રોડ પરના એ ફ્લાયઓવર નીચે વહેલી સવારે સાડા ચાર વાગ્યે કાતિલ શાંતિ હતી. ચોમાસાની વિદાય અને શિયાળાના આગમનની એ ભેજવાળી, ઠંડી સવારે આજી નદી તરફથી આવતો પવન હવામાં એક વિચિત્ર ગંધ ફેલાવી રહ્યો હતો. રોડની સાઈડમાં આવેલી ઝાડીઓ ધુમ્મસના કારણે બિહામણી લાગતી હતી. બરાબર ૪:૩૦ વાગ્યે કંટ્રોલ રૂમની ફોન ઘંટડી રણકી: "સર, રિંગ રોડ પુલ નીચે એક કાર ઊભી છે... અંદર કોઈ પોલીસ ઓફિસર છે, મોશનલેસ છે."મિનિટોમાં જ પોલીસ વાનની સાયરનથી એ સૂમસામ વિસ્તાર ગુંજી ઉઠ્યો. ટોર્ચના પીળા પ્રકાશમાં જ્યારે કારનો દરવાજો ખોલીને ચહેરો સાફ કરાયો ત્યારે આખી ટીમ સ્તબ્ધ થઈ ગઈ. એ લાશ બીજા કોઈની