સરકારી સારવાર

  • 514
  • 170

રસિકલાલ એટલે સરકારી આત્મા. ૩૫ વર્ષ સરકારી નોકરી કરીને રીટાયર્ડ થયા પછી પણ એમની નસોમાં લોહી નહીં, પણ સરકારી નિયમો અને કલમો દોડતી હતી. ગામમાં કોઈ બીમાર પડે, કોઈના ઘરે પ્રસંગ હોય કે કોઈને લોન લેવી હોય, રસિકલાલ ધોતિયું સરખું કરતા પહોંચી જ જાય, "અલ્યા ભાઈ, પ્રાઇવેટવાળા તો ખિસ્સા કાતરી નાખશે! આપણી માયાળુ સરકાર પર ભરોસો રાખો. સરકારી યોજનાઓ, સરકારી બેંકો અને સરકારી દવાખાના... બસ, આ જ જીવનનો સાચો મોક્ષ છે!" લોકો એમને પ્રેમથી 'સરકારી માણસ' કહેતા.પણ વિધાતાએ રસિકલાલની આ અડગ સરકારી ભક્તિની આકરી પરીક્ષા કરવ