શુન્યથી શિખર સુધી

  • 164

અમદાવાદની એ કાચની ગગનચુંબી ઇમારતના ૨૧મા માળે આવેલી કેબિનમાંથી આખું શહેર દોડતું દેખાતું હતું. બહાર જૂનની એ અકળાવનારી ગરમી હતી, પણ સેન્ટ્રલ એસીથી સજ્જ કેબિનમાં બેઠેલી આરાધનાના હૃદયમાં એક બરફીલો શૂન્યાવકાશ હતો. તે શહેરની ટોચની આર્કિટેક્ટ હતી. કરોડોના પ્રોજેક્ટ્સ તેના એક હસ્તાક્ષર પર નક્કી થતા. દુનિયા તેને 'આયર્ન લેડી' કહેતી, પણ એ લોખંડી કવચની પાછળ એક તૂટેલી સ્ત્રી છુપાયેલી હતી.બરાબર સાત વર્ષ પહેલાં... આ જ તારીખ, આ જ સમય. એક ભયાનક કાર અકસ્માત અને આરાધનાની નજર સામે તેના પતિ શૌર્યનો શ્વાસ કાયમ માટે અટકી ગયો. શૌર્ય માત્ર તેનો પતિ નહોતો, તેનો શ્વાસ હતો, તેનો રચનાત્મક આત્મા હતો. એ અકસ્માતે આરાધનાને