11 ટાસ્ક્સ - Chapter 43

  • 278
  • 100

વર્તમાન:આશુતોષ આજે વહેલો ઑફિસેથી ઘરે આવી ગયો હતો. અનન્યા સાથેના લગ્નને ત્રણ વરસ થઈ ગયા હતા. એને હવે જિંદગીથી કોઈ ફરિયાદ નહતી. જે કંઈ એની પાસે હતું એમાં જ એ ખુશ હતો. પાછલું બધું જ ભૂલીને એ નવા જીવનમાં આગળ વધી ગયો હતો. એ ચાવી ભરાવી દરવાજો ખોલવા જ જતો હતો કે હાથ અડતા જ એ આપોઆપ ખુલી ગયો. એને આશ્ચર્ય થયું કે રોજ આઠ વાગ્યા પછી જ ઘરે આવતી અનન્યા આજે વહેલી આવી ગઈ હતી. એણે એને સરપ્રાઈઝ આપવા વિચાર્યું અને ધીરેથી બિલકુલ અવાજ કર્યા વગર ઘરમાં પ્રવેશ્યો...આશુતોષ બેડરૂમનાં આડા કરેલ બારણા બહાર ઊભો રહી ગયો હતો. અંદરથી કપડાંના