ફ્લૅશ બેક:આશુતોષે દોદોહીને કહ્યું હતું કે એ પારિવારિક અને સ્ત્રી મેઈન રોલમાં હોય એવી ટીવી સીરિયલ જુએ. દોદોહીએ એવી ઘણી બધી ટીવી સીરિયલ જોઈ નાંખી હતી. એ આશુતોષને ઓફિસમાં ટિફિન આપવા ગઈ અને ત્યાંથી પાછી વળી એ વચ્ચે રસ્તામાં એની પાસે જે પણ સમય હતો એનો એણે ઉપયોગ કર્યો હતો. એણે જોયેલી તમામ સિરિયલોનો ડેટા એકત્ર કરી, એનું એનાલિસિસ કરી એ બે તારણ પર પહોંચી હતી –૧) તમે સ્ત્રી છો તો ચૂપચાપ અન્યાય સહન ના કરો, ખૂણામાં બેસીને આંસુ સારતી સ્ત્રીની કોઈ વેલ્યૂ નથી કરતું.૨) સ્ત્રીની ખરી દુશ્મન સ્ત્રી જ છે, પુરુષોને બેવકૂફ બનાવવું સરળ છે.એણે નક્કી કર્યું હતું કે